દિયોદર ” આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્નેહમિલન કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંકલ્પ લેવાયા

દિયોદર ” આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્નેહમિલન કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંકલ્પ લેવાયા
પ્રતિનિધિ :દિયોદર કલ્પેશ બારોટ
ભારતમાં તૈયાર થયેલ દરેક ચીજ વસ્તુ ની ખરીદી કરી ઘર ઘર સ્વદેશી અપનાવી એક નિર્ભર ભારત નું નિર્માણ કરીએ : કેશાજી ચૌહાણ
ભારતીય જનતા પાર્ટી દિયોદર દ્વારા દિયોદર જિલ્લા પંચાયત સીટ નો આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સરસ્વતી સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તેમજ બનાસ બેંક ના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ની હાજરીમાં વંદે માતરમ્ ગીત રજૂ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીએ દરેક કાર્યકર ને નવા વર્ષ ની શુભકામના પાઠવી ભારત ને આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેક કાર્યકરો ને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અપનાવવા સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણે પણ દરેક કાર્યકરો ને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સંકલ્પ સાથે ભારત માં તૈયાર થયેલ ચીજ વસ્તુ ની ખરીદી કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી,પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક,ભવાનજી ઠાકોર,ભાજપ મહિલા પ્રમુખ અલકાબેન જોષી, પરાગભાઇ જોષી મહામંત્રી ભરતભાઈ સોનપુરા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ઇશ્વરભાઇ નાઇ ,ભરતભાઈ જોષી (સુરાણા) ,અમરતભાઈ ભાટી, પ્રદીપભાઈ શાહ વગેરે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો,તેમજ દિયોદર જિલ્લા પંચાયત સીટ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો




