BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનની ચૂંટણીમાં સર્વાનુમતે પ્રમુખ તેમજ ટીમની રચના કરાઈ…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૦/૧૨/૨૦૨૪

 

નેત્રંગ તાલુકામાં તા.૨૦/૧૨/૨૦૨૪ ને શુક્રવારના રોજ નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનની ચૂંટણીમાં સર્વાનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ ટીમની રચના કરાઈ.

 

નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનની ચૂંટણીમાં સર્વાનુમતે નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશન પ્રમુખ પદે હર્ષદકુમાર વ્યાસ, ઉપ પ્રમુખ પદે જસપાલસિંહ યાદવ, સેક્રેટરી પદે રવિભાઈ ગઢીયા, જોઇન્ટ સેક્રેટરી પદે ચિરાગસિંહ જાદવ, ખજાનચી પદે કૌશિકભાઈ વસાવા અને એલ.આર. પદે શીતલબેન વસાવાને વકિલ મિત્રોએ સમર્થન આપી નેત્રંગ તાલુકા વકીલ બાર એસોસિયેશનની ટીમની રચના કરાઈ.

 

આ તબક્કે નવનિયુક્ત હોદ્દેદારોને સાથી વકિલમિત્રોએ ફૂલહાર પહેરાવી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!