છોટાઉદેપુર જિલ્લામાં”સ્વચ્છ “સ્વચ્છ ભારતના નિર્માણ”નો સંદેશ પ્રજાને સંભળાતો નથી ?
“સ્વચ્છ ભારત મિશન” એ સરકાર ની મહત્વના એજન્ડામાં આવતું હોય પરતું છોટાઉદેપુર નગરમાં કચરો ઉઘરાવતી ગાડી ઓ જેનું સંચાલન નગર પાલિકા કરે છે. પરતું સદર ડસ્ટબીન વાનમાં સ્વચ્છ ભારત નું નિર્માણ કરવાનું છે તેવા ગીત વગાડવામાં આવે છે પરતું સ્પીકર ચાલતા નથી અને પ્રજાને સંભળાતું નથી કે ગાડી આવી. તો ચાલકો દ્વારા માત્ર હોર્ન વાગડવામાં આવે છે તો ઘરનો ગંદો કચરો ડસ્ટબીન વાન માં કેવીરીતે નાખવો જે બાબતે પ્રજા ફરિયાદ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગરમાં ૩૫ હજાર જેટલી વસ્તી વસવાટ કરે છે જેમાં કુલ સાત વોર્ડ આવેલા છે સાતે સાત વૉર્ડમાં ડસ્ટ બિન વાન ફાળવવામાં આવેલી છે જે સફાઈ કર્મચારીઓ દ્વારા રોડ ની સફાઈ થયા બાદ ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા નીકળે છે જેમાં વાગતી ટેપ પ્રજાને સૂચિત કરે છે કે કચરાની ગાડી આવી ગઈ છે. પરતું ઘણી જગ્યાએ ગાડીના સ્પીકરો ચાલતા નથી જે સ્પીકર બનાવવા આપ્યા હોય તેવું જાણવા મળે છે. પરતું મહિના સુધી સ્પીકરો રિપેર થતાં નથી, વોર્ડ નંબર ૬ માં ફરતી ડસ્ટ બિન વાન નું મહિના ઉપરાંત થી સ્પીકર ચાલતું ન હોય તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. લોકો જણાવે છેકે ગાડી આવે ત્યારે માત્ર હોર્ન વગાડવામાં આવે છે જેથી અસંખ્ય વાહનો મુખ્યમાર્ગ પરથી પસાર થતા હોય ગૃહિણી ઓને ડસ્ટબિન વાન નો ખ્યાલ આવતો નથી. જેથી કચરો રોડ પર જ ઠલવાતો જોવા મળી રહ્યો છે. આ બાબતે તંત્ર દ્વારા વાન ના સ્પીકરો રિપેર કરાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર