GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના એક ખેડૂતના ખેતરમાં કડાકા ભડાકા સાથે ઝાડ ઉપર આકાશી વિજળી પડતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો

તારીખ ૨૪/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા કાળાડિબાંગ વાદળો વચ્ચે સુસવાટા બંધ પવન ફૂંકાવાની સાથે વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં કાલોલ શહેરને અડીને આવેલા એક ખેડૂત દોલતસિંહ ચંદુભાઇ સોલંકીના ખેતરમાં કુવા પાસેના ઘટાદાર વર્ષોજૂનો બાવળના ઝાડ ઉપર ગતરોજ સુસ્વાટા બંધ પવન સાથે વરસાદની ધમાકેદાર શરૂઆતની સાથે જ કડાકા ભડાકા સાથે ધડાકાભેર અવાજ અને એકાએક ચમકારાની સાથે મહાકાય બાવળના ઝાડ ઉપર આકાશ માંથી અચાનક વિજળી ત્રાટકતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો ઝાડની મહાકાય ડાળ પડવાની ઘટના સર્જાતા ની સાથે જ મહાકાય બાવળની ડાળ જમીનદોસ્ત થઈ જવા પામ્યી હતી.જોકે સદનસીબે આ સમયે આજુબાજુમાં કોઈ હોય નહીં મોટી દુર્ઘટના ટળી હતી.





