શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ ૧૧ મુદ્દાનું નવું સામાજિક બંધારણ..
શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ ૧૧ મુદ્દાનું નવું સામાજિક બંધારણ..

શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની જનરલ મિટિંગમાં સભામાં ખોટા ખર્ચા અને કુરિવાજોને કાઢી કરકસર યુક્ત પ્રસંગોના આયોજન માટેનું ઘડાયેલ ૧૧ મુદ્દાનું નવું સામાજિક બંધારણ..
રાધનપુર ખાતે પ્રજાપતિ સંકુલ ના પટાંગણમા રસિકભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની મિટિંગ ૨૨ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ (સર્વગોળ) સુરતના પ્રમુખ મનસુખભાઈ,પૂર્વ પ્રમુખ એવમ સમાજના ભામાશા તરીકે બીરૂદ પામનાર ભીમજીભાઈ,શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વપ્રમુખ ઈશ્વરભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખો,મંત્રીઓ,સહ મંત્રીઓ, કારોબારી સભ્યો, સમાજના આગેવાનો,યુવાનો, ભાઈઓ- બહેનો,યુવક મંડળના સર્વે કારોબારી મિત્રો,દરેક ગામ માંથી પધારેલ સૌ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમા મિટિંગ મળી હતી. શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈએ નવા બંધારણને અનુસરવા સમાજને હાકલ કરેલ પૂર્વ પ્રમુખ ડી.ડી.પ્રજાપતિએ ૧૧ મુદ્દાવાળું સૂચિત બંધારણ નિયમોની વિગતે ચર્ચા કરી તેમાં (૧) સગપણ :- સગપણમાં શ્રીફળ ૧,એક રૂપિયો રોકડો, નાડાછડી, સવાશેર સાકર,બે ટોપરાની કુંડી, સવાશેર ગોળ, અને ચુંદડી (ચુંદડી કોઈપણ પ્રકારની) સગપણમાં રોકડો રૂપિયો ચલણમાં છે તે જ આપવો…(૨) હાયડો :- હારડો સગપણ થયા પછી કે નક્કી કર્યા પછી પ્રથમ વખત એક જ વાર આપવો, કોઈ પણ પ્રકારના દાગીના મોબાઈલ કે કપડા લઈ જવા નહીં…(૩) પલ્લું :- સવાશેર સાકર,એક શ્રીફળ, ચૂંદડી,નાડા છડી,કંકુ,ચાંદીની પાયલ ૧૦૦ ગ્રામ,મોડીયો,બે મીંઢળ લીલા રંગના કાપડનો એક પીસ,૧૦૧ રૂપિયા રોકડા…(૪) લગ્ન :- લગ્ન લઈને વધુમાં વધુ ૧૧ વ્યક્તિઓ એ જવું અને પ્રતિક રૂપે બળદ ગાડું લઈ જવું નહીં,જાનમાં ૧૦૦ થી ૧૫૦ માણસો લઈ જઈ શકાશે,પ્રિ-વેડિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ…(૫) પૂરત :- પુરતમાં કાંસાની થાળી અને ત્રાંબાનો લોટો આપવો,મા માટલામાં કોઈપણ ધાતુની ગોળી અને તેમાં સવા પાંચ શેર મીઠાઈ મૂકવી..(૬) મામેરૂ :- મામેરામાં એક પિત્તળનું બેડું અને શ્રીફળ લઈ જવા આ સિવાય કોઈપણ વાસણ લઈ જવા નહીં,રોકડ અને દાગીના મળીને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયાનું સુધીનું મામેરૂ ભરી શકાશે પણ આંકવું નહિ (જાહેર ન કરવુ)…(૭) મોસાળું :- મોસાળામાં કોઈ દાગીના લઈ જવા નહીં,રોકડ રકમ વધુમાં વધુ એક કલાક સુધી લઈ શકાશે પણ આંકવું નહિ (જાહેર ના કરવું)…(૮) મરણ પ્રસંગ :- મરણ પ્રસંગે કોઈ પણ વાર આવતો હોય તો પણ બપોરો ત્રણ થી પાંચ દિવસમાં કરવો,ખીચડી કઢી છાશ અને ઘીની વાડી યથાશક્તિ ફેરવવી… (૯) સીમંત :- શ્રીમંત પ્રસંગ જુના રીત રિવાજ મુજબ કરવાનો રહેશે,બેબી સાવર કે અન્ય કોઈ મોટા જાહેર કાર્યક્રમો કરવા નહીં…(૧૦) છુટાછેડા :- અનિવાર્ય કારણોસર છુટાછેડા આપવાના કે લેવાના થાય તો જે તે પ્રગણા પાસે પ્રશ્ન આવે તે પ્રથમ પરગણાએ પતાવટ કરવી જો પરગણા લેવલે પતાવટ ના થાય તો આઠ પરગણાની બનાવવામાં આવેલ કારોબારી આગળ આ પ્રશ્ન મૂકવો અને સમિતિએ દોષ મુજબ ન્યાય કરવો.(૧૧) સામાન્ય નિયમો :- સગપણ કે લગ્ન સિવાયના કોઈ પણ વ્યક્તિગત કે સામૂહિક કાર્યક્રમોમાં કે ધાર્મિક કાર્યક્રમોમાં ડીજે વરઘોડા કે ફટાકડા આ બધી બાબતોમાં છૂટછાટ રહેશે, સામાજિક કોઈપણ વાદવિવાદ માં સમાજ બહારના માણસો લાવવા નહીં,બંધારણના અમલી કરણ માટે ગામ કક્ષાએ,દરેક પરગણા કક્ષાએ,અને એક જનરલ સમિતિ બનાવવી,આ બંધારણનો અમલ તા.૨૨/૦૨/૨૦૨૬ થી કરવાનો રહેશે.ઉપર મુજબ ના ૧૧ મુદ્દાઓનું બંધારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. સુરેશભાઈ ઓઝાએ કર્યું હતું. બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા





