MORBI:મોરબી ભત્રીજીને પરેશાન ન કરવા સમજાવનાર યુવાનને ગાળો આપી કુહાડીથી ડરાવ્યો,




મોરબી: શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ભત્રીજીની પજવણી રોકવા માટે સમજાવવા ગયેલા કાકાને બે શખ્સોએ ફોન પર ગાળો આપી અને કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબી શહેરમાં રહેતા એક જાગૃત યુવાને જોયું કે ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમાર નામના બે શખ્સો તેની ભત્રીજીને હેરાન-પરેશાન કરી રહ્યા હતા. યુવાને સામાજિક મર્યાદા જાળવી આ શખ્સોને ભવિષ્યમાં દીકરીને પરેશાન ન કરવા માટે સમજાવ્યા હતા.જોકે, આ બાબતની અદાવત રાખીને બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ફરિયાદીના સાથીના મોબાઈલ પર ફોન કરીને ઝઘડો કરવાની ધમકી આપી હતી.ફરિયાદીની ભત્રીજી વિશે ફોન પર બિભત્સ ગાળો બોલી અપમાનિત કર્યા હતા.હથિયાર બતાવી ભય ફેલાવ્યો સામસામે આવતા આરોપીઓએ કુહાડી બતાવી યુવાનને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાકડી વડે માર મારવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમાર વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુન્હો નોંધીને બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




