વેજલપુર સિદ્ધિ વિનાયક સોસાયટીના રહીશો કાદવ કિચડથી ત્રાહિમામ સ્થાનીક સોસાયટીની મહિલાઓએ પંચાયતમાં કરી રજૂઆત.

તારીખ ૦૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા સિદ્ધિ વિનાયક સોસાયટી પ્રાથમિક સુવિધાઓથી વંચીત જોવા મળી રહી છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ઠેર ઠેર ગંદકી ભરેલા પાણીના ખાડા ખાબોચિયાને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સોમવારના રોજ સિદ્ધિ વિનાયક સોસાયટીની મહિલાઓ પોતાના પ્રશ્નોની વેદના તલાટી ક્રમ મંત્રી સામે ઠાલવી હતી ત્યારે ખરેખર આખા વેજલપુર ગામમાં ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ વંચિત જોવા મળી રહ્યા છે ગ્રામ પંચાયતમાં સત્તામાં બેઠેલા સત્તા ધીશો માત્ર ચૂંટણી સમયેજ મત લેવા માટે જેતે વિસ્તારમાં દોટ મૂકીને ચુંટણીઓ જીતવા મોટા મોટા વાયદાઓ કરતા હોય છે અને પછી ચુંટણીઓ જીત્યા પછી કોઈ દિવસ તે વિસ્તારની મુલાકાત પણ લેતા નથી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતનો આંધરો વહીવટ કરનાર લોકોને ગ્રામજનોની સમસ્યાઓ કેમ દેખાતી નથી ત્યારે એક તરફ ડબલ એન્જીનની ભાજપ સરકાર દરેક ગામોના સર્વાંગી વિકાસ માટે વિકાસના કામો કરવા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે તેમ છતાં ગ્રામ પંચાયતનો વહીવટ કરનાર લોકો રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ગ્રામજનો પુરી પાડી શકતા નથી તે પણ એક વાસ્તવિક હકીકત છે.








