GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વૈષ્ણવાચાર્ય અભિષેક લાલજી મહારાજના પાવન સાનિધ્યમાં કાલોલના આંગણે અલૌકીક માળા પહેરામણી મનોરથનુ આયોજન

 

તારીખ ૧૪/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

નિકુંજનાયક શ્રી ગોવર્ધનધરણ પ્રભુ ના પરમ અનુગ્રહ થી એવમ પુ. પા. ગો. શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી ના પાવન સાનિધ્ય માગો.વા.જ્યોત્સનાબેન ધનશ્યામભાઈ મજમુદાર ની માળા પહેરામણી નો અલૌકીક મનોરથ અષાઢ સુદ ૮ તારીખ ૧૪/૦૭/૨૦૨૪ ને રવિવાર ના રોજ નિર્ધારેલ છે.આ અલૌકીક મનોરથ નો લાભ લેવા કાલોલ ની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટી ને પધારવા આમંત્રણ છે.આ અલૌકીક અવસર પર શ્રી ગોવર્ધનનાથજી હવેલી મા શ્રી ઠાકોરજી ને પલના મનોરથ ના દર્શન સવારે ૧૦ ૦૦ કલાકે ત્યાર બાદ સમસ્ત મંડળના પાઠ બપોરે ૩ ૦૦ કલાકે ,માળા પહેરામણી સાજે ૫ ૦૦ કલાકે,પુ. જે જે શ્રી ના વચનામૃત સાજે ૬ ૦૦ કલાકે ત્યાર બાદ ગુલાબ નિકુંજ મા શ્રી ઠાકોરજી ના ભવ્ય મનોરથ ના દર્શન સાંજે ૭ ૦૦ કલાકે થશે.ત્યાર બાદ કાલોલ ના સમસ્ત વૈષ્ણવ સમાજ ને મહાપ્રસાદ ની ભવ્ય વ્યવસ્થા સાંજે ૭ ૩૦ કલાકે મંદિર ના પ્રયાગરાજ ચોક માં રાખેલ છે.આ સમગ્ર ઉત્સવ ને આખરી ઓપ આપવા માં કાલોલ વૈષ્ણવ સમાજ ના કાયૅકતાઓ ધ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે.

Back to top button
error: Content is protected !!