કાલોલ ખાતે IPL ની ફાઇનલ મેચમાં પંજાબ સામે RCB એ જીત મેળવતા ચાહકો દ્વારા ટી શર્ટ કાઢી નાચગાન સાથે ઉજવણી કરાઇ
તારીખ ૦૫/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ શહેરમાં ક્રિકેટ રસીકોએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરુ ની જીત થતાં કાલોલ નગરપાલિકા ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરુના ચાહકો ભેગા થઇને જીતની ઉજવણી કરી હતી.
ગત મંગળવારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઇપીએલ ની રમાયેલી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને માત્ર છ રનથી હરાવ્યું અને 18 વર્ષ પછી નવા આઇપીએલ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ટાઇટલ મેચમાં તેના ટોચના ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં નવ વિકેટે ૧૯૦ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો અને પછી પંજાબને સાત વિકેટે ૧૮૪ રન પર રોકી દીધું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આખરે ટ્રોફી ઉપાડતા જ કાલોલ નગરપાલિકા પ્રાંગણમાં ક્રિકેટ પ્રેમીઓએ ભેગા થઈને જીતની ઉજવણીને લઇ ઢોલ નગારા અને ટી શર્ટ કાઢી નાચગાન સાથે ફાઇનલ મેચની ઉજવણી કરી હતી.