કાલોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની પૂર્ણ પેનલ જાહેર,જીલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર.

તારીખ ૧૦/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સ્થાનિક સ્વરાજ્યની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જીલ્લા પંચાયતની પાંચ બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે ઉમેદવારોની સંપૂર્ણ પેનલ જાહેર કરીને ચૂંટણી પ્રચારનો શંખનાદ કરી દીધો છે. પક્ષે સામાજિક સમીકરણો, મહિલા સશક્તિકરણ અને યુવા પ્રતિનિધિત્વનો સમન્વય સાધીને તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે ત્યારે જીલ્લા પંચાયતની મહિલા અનામત સીટમાં બાકરોલ અને એરાલ જ્યારે તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 11 બેઠકો પર મહિલા અનામત સીટ નાં ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. અલવા, બાકરોલ, બેઢીયા, ચલાલી, દેલોલ, ખરસાલીયા, મલાવ, પલાસા, સણસોલી, સાતમણા, વેજલપુર અને વ્યાસડા બેઠકો પર મહિલા ચહેરાઓ મેદાનમાં ઉતરશે. આમાં શિક્ષણ, સામાજિક કાર્ય અને સ્થાનિક સંગઠન સાથે જોડાયેલી મહિલાઓનો સમાવેશ થાય છે ત્યારે એરાલથી તેજસકુમાર પરમાર, જંત્રાલથી અક્ષયકુમાર પંડ્યા અને ગુસરથી યુવરાજસિંહ જાદવ જેવા યુવા ચહેરાઓને તક અપાઈ છે. તો સામે અડાદરા, અલાલી, કરોલી જેવી બેઠકો પર સંગઠનમાં લાંબો અનુભવ ધરાવતા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે.ઉમેદવાર યાદીમાં અનામત સીટ સહિત ક્ષત્રિય, આદિવાસી, ઓબીસી અને સામાન્ય વર્ગના ઉમેદવારોનો સમાવેશ કરીને પક્ષે સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે પ્રભાવિત બેઠકો પર સ્થાનિક આગેવાનોને પ્રાથમિકતા અપાઈ છે જ્યાં જીલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે 4 બાકરોલ મીનાક્ષીબેન વિપુલભાઈ પરમાર,9 એરાલ મનિષાબેન જયંતીભાઈ નાયક,15 કરોલી નિરૂબેન ધર્મેન્દ્રસિંહ પરમાર,24 પીંગળી મુકેશભાઈ કાળુસિંહ સોલંકીઅને 37 વેજલપુર નીરજ કુમાર નિકુંજભાઈ પટેલ સાથે તાલુકા પંચાયતની 24 બેઠકો જાહેર થયેલી સંપૂર્ણ યાદી સાથે અડાદરા યજુવેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ,અલાલી જયપાલસિંહ દિલીપસિંહ રાઠોડ,અલવા કિનાબેન જગદિશકુમાર બારીયા,બાકરોલમંજુલાબેન વિનોદભાઈ નાયક,બેઢીયા અમરતબેન અજયસિંહ ચૌહાણ,ચલાલી મિનાક્ષીબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ,દેલોલ લીલાબેન વિક્રમસિંહ રાઠોડ,ડેરોલ ગામ સુરેશકુમાર લાલસિંગભાઈ ખડિયા,ડેરોલ સ્ટેશન સંજયભાઈ બકાભાઈ રાઠોડ એરાલ તેજસકુમાર અર્જુનસિંહ પરમાર,ગુસર યુવરાજસિંહ ગીરવતસિંહ જાદવ,જંત્રાલ અક્ષયકુમાર પ્રમોદરાય પંડ્યા,કાનોડ વિરેન્દ્રસિંહ ગબાભાઈ ચૌહાણ,કરોલી ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાદવ,ખડકી અનિલભાઈ બાબુભાઈ ગોહિલ,ખરસાલીયા ચંપાબેન મનહરભાઈ પરમાર,મધવાસ વિરેન્દ્રસિંહ ગીરવતસિંહ પરમાર,મલાવ રાજલબેન ભૌતિકકુમાર પટેલ,પલાસા કોમલબેન જયેશસિંહ પરમાર,પીંગળી સંતોષકુમાર વેચાતભાઈ નાયકા, સણસોલી નયનાબેન અરવિંદસિંહ રાઠોડ,સાતમણા ઉર્મિલાબેન વિનોદસિંહ પરમાર,વેજલપુર મોહિનીબેન નિશાંતકુમાર શાહ અને વ્યાસડા ચેતનાબેન શિશુનાથસિંહ ઠાકોરની નામની યાદી જાહેર થતાં જ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. મંડલ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી. હવે તાલુકાના તમામ ગામોમાં ડોર-ટુ-ડોર સંપર્ક અને સભાઓનું આયોજન શરૂ થશે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનશે.







