BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ દ્વારા SIR ની કામગીરી માં ફોર્મ નં.૭ બાબતે આવેદનપત્ર આપ્યું.

કાંકરેજ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ દ્વારા SIR ની કામગીરી માં ફોર્મ નં.૭ બાબતે આવેદનપત્ર આપ્યું.

કાંકરેજ મામલતદાર કચેરીમાં કોંગ્રેસ દ્વારા SIR ની કામગીરી માં ફોર્મ નં.૭ બાબતે આવેદનપત્ર આપ્યું.

સમગ્ર દેશમાં અને ગુજરાત સહિત તમામ જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચે SIR ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર,કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાળસિંહ સોલંકી,કે.કે. શીરવાડીયા,બલાજી રાઠોડ, બચુજી ઠાકોર,મહિપતસિંહ વાઘેલા,રમેશભાઈ ઠાકોર, વદનજી જગાણી સહીત કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા ફોર્મ નં.-૭ બાબતને લઈને કાંકરેજ તાલુકા મામલતદાર વિજયભાઈ ચૌધરીને ૪ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આવેદનપત્ર આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી સામે ગેરરીતિના આક્ષેપ લગાવ્યા હતા.જોકે રજીસ્ટ્રેશન ઓફ ઈલેક્ટર્સ રૂલ્સ ૧૯૬૦ ના રુલ ૧૩ (૨),૧૫(૧)(બી),૧૭.૧૯,૨૦ અને ૨૧ A નું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવા બાબતને લઈ ને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે તંત્રના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત થી સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.જોકે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાનું હુસૈનના કેસમાં જણાવેલ છે કે “જો કોઈ વ્યક્તિનું નામ પહેલેથી જ મતદાર યાદીમાં હોય તો,તે ભારતીય નાગરિક છે તેવી કાયદાકીય ધારણા (પ્રિઝમશન) કરાવી જોઈએ. અને કાંકરેજ વિધાન સભાના વાંધાઓને “ફોર્મ ૧૧”મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર”ફોર્મ ૭”મુજબ વાંધા અરજી રજુ હોય તો તે અરજી ઓ દફતરે કરવામાં આવે અને વાંધેદારો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ મતદારોના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!