
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરાની ઇકેસી કંપની દ્વારા રતાડીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટબેગનું વિતરણ
મુંદરા, તા. 10 : મુંદરાની જાણીતી કંપની એવરેસ્ટ કાંટો સિલિન્ડર લિમિટેડ (ઇકેસી) દ્વારા તેમના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. કંપની દ્વારા રતાડીયા સ્થિત સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટબેગનું વિતરણ કર્યું હતું. આ કીટબેગમાં શૈક્ષણિક જરૂરિયાતોને લગતી વસ્તુઓ પણ આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં ઇકેસી કંપની તરફથી ત્રિભુવનદાસજી ખાસ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
શાળાના આચાર્ય ચંદુભાઈ ગોહિલએ કંપનીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે “ઇકેસી દ્વારા કરવામાં આવેલી આ મદદ ખરેખર પ્રશંસનીય છે. આવા સહકારથી બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ મળશે.” તેમણે ભવિષ્યમાં પણ આવા સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. કંપનીનો આ પ્રયાસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડે છે.

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




