આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 19 હજાર સ્માર્ટ મીટર બેસાડાયા
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 19 હજાર સ્માર્ટ મીટર બેસાડાયા
તાહિર મેમણ – આણંદ – 27/03/2025 – આણંદ શહેર સહિત જિલ્લામાં અંદાજે રહેણાંક વિસ્તારના 5.56 લાખ વીજ કનેકશન છે. તે તમામ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સરકારના નિયમ અનુસાર સ્માર્ટ મીટર ફરજીયાત છે. ગત વર્ષે 750 જેટલા વીજ મીટર નાંખ્યાબાદ વિરોધ થતાં કામગીરી પડતી મુકાઇ હતી. જો કે સ્માર્ટ મીટર મેગ્નેટિઝમના સિદ્વાંત પર કામ કરે છે.
આણંદ જિલ્લામાં સરકારી કર્મચારીઓ, સરકારી કચેરીઓ, અને સાંસદ, ધારાસભ્ય સહિત નેતાઓના ઘરે સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યાં છે. જયાં હજુ સુધી વીજ યુનિટ વધારે આવતા હોવાની ફરિયાદો મળી નથી. હાલમાં આણંદ વિદ્યાનગર રોડ અને મંગળપુરા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર કનેકશન નાંખવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 18992 જેટલા સ્માર્ટ વીજ મીટર બેસાડ્યાં છે.
MGVCLના અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે, મીટર લગાવવાની કામગીરી સરકારના 2021ના નિયમો મુજબ કરવામાં આવી છે. સાથે કહ્યું કે, સ્માર્ટ મીટરના કારણે ટેરિફ અથવા વધારાના યુનિટમાં કોઈ વધારો કરાયો નથી. MGVCL સ્પષ્ટતા આપી રહી છે કે, સ્માર્ટ મીટર અગાઉના મીટરની જેમ ઇલેક્ટ્રોસ્ટેટિક મેગ્નેટિઝમના સિદ્ધાંત પર જ કામ કરે છે. તેમજ સ્માર્ટ મીટર ફરજીયાત છે. જો તમે સ્માર્ટ મીટર બેસાડાય બાદ સહી નહીં કરો તો ત્રણ કર્મચારીુત સહી હશે તેને માન્ય ગણાવામાં આવે છે. જેથી કોઇ કંપની ટીમ સાથે વિવાદ નહીં પડવા જણાવ્યું છે
પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઇલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.