MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા ધરણા યોજાશે.

 

MORBI:મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા ધરણા યોજાશે.

 

મોરબી કલેકટર કચરી ખાતે તારીખ 18,જૂન – 2026 ના રોજ બહોળી સંખ્યામાં શિક્ષકો ધરણા કરશે.

મોરબી,રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હર હંમેશ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવા માટે જાણીતું છે. રજુઆતથી પ્રશ્નો હલ ન થાય તો આંદોલન પણ કર્યા છે ત્યારે હવે રાજ્યના હજારો શિક્ષકો કે જેમને ટીચર એલિજીબીલીટી ટેસ્ટ ટેટની પરીક્ષા આપેલી નથી વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે,એમને TET પરીક્ષા પાસ કરવાનો નામદાર ન્યાયાલયે આદેશ આપ્યો છે ત્યારે TET લાગુ થયા પહેલાથી સેવારત શિક્ષકો પર TET ની અનિવાર્યતા થોપવી એ ન્યાય તથા નિમણુંક સમયની જોગવાઈ અને સેવા શરતો વિરુદ્ધ હોય શિક્ષક સુરક્ષિત તો રાષ્ટ્ર સુરક્ષિતના સૂત્ર સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના, ગુજરાત રાજ્યના અને સમગ્ર દેશના હજારો,લાખો શિક્ષકોની નોકરીના હિતોનું રક્ષણ કરવા શિક્ષકોની સેવા સુરક્ષા માટે RTE Act – 2009 ની કલમ 23 માં ભારત સરકાર સુધારો લાવે એ માટે જન જાગરણ અને નિર્ણયાક આંદોલનના ભાગરૂપે મોરબી જિલ્લાના શિક્ષકો ખુબજ બહોળી સંખ્યામાં કલેકટર કચેરી મોરબી ખાતે તા.18 જૂન – 2026 ના રોજ બપોરે 4.00 કલાકે ધરણા યોજી કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર અર્પણ કરશે,

Back to top button
error: Content is protected !!