MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના આરોગ્યનગરમાં અગમ્ય કારણોસર પ્રૌઢનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું 

 

WAKANER:વાંકાનેરના આરોગ્યનગરમાં અગમ્ય કારણોસર પ્રૌઢનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં એક શોકજનક ઘટના સામે આવી છે, જ્યાં એક ૫૩ વર્ષીય પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના આરોગ્યનગર શેરી નંબર-૩ માં રહેતા સીદીકભાઈ મામદભાઈ ખલીફા (ઉંમર વર્ષ ૫૩) એ ગઈકાલે કોઈ અજ્ઞાત કારણોસર પોતાના જ ઘરે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રૌઢે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી.

આ ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં વાંકાનેર સિટી પોલીસે આ મામલે અકસ્માત મોત (અ.મોત) નો ગુનો નોંધી, પ્રૌઢના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!