રિપોર્ટ : બિમલ માંકડ – પ્રતિક જોશી
ભુજ : આજના મોબાઈલ યુગમાં બાળકોનું બાળપણ છીનવાઈ ગયું અને સાચી બાળપણની રમતો જાણે લુપ્તજ થઈ ગઈ છે. બાળકોનું શારીરિક અને બૌદ્ધિક વિકાસ થતું અટકી ગયું હોય તે સ્પષ્ટ વાત છે. આજના યુગમાં ગોળીયામાં ઝુલતા બાળકો રડે તેવી સ્થિતિમાં જીવનમાં ખુબજ વ્યસ્ત વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ પકડાવીને મોબાઈલના શિકાર બનાવી રહ્યા છે. શારીરિક માનસિક બીમારી તરફ ધકેલી રહ્યા છે. જે આવનારા ભવિષ્યમાં ખુબજ ચિંતા જનક ગણાવી શકાય ત્યારે ભુજના રઘુવંશી નગરના જોશી ફળિયામાં આજેપણ નાના બાળકો જૂની અને શારીરિક તંદુરસ્તી ધરાવતી રમતો રમીને જૂની રામતોને જીવંત રાખી છે. આ બાળકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રમતો રમવામાં ખુબજ આનંદ આવે છે આંખો અને શરીર તંદુરસ્ત રહે છે.
શારીરિક કસરતનું આનંદ મળે જેને લઈને થાક લાગવાથી રાત્રે સરળતાથી ઊંઘ પણ આવે છે મોબાઈલ જરૂરી છે. જો તેનો સાચો ઉપયોગ કરવામાં આવે અને વાલીઓએ પણ આ બાબતે વિશેષ કાળજી રાખીને પોતાના બાળકોના ભવિષ્ય સાથે તંદુરસ્તીનું ધ્યાન રાખે તે અત્યંત જરૂરી છે. આ બાળકો જૂની રામતોને જીવંત રાખીને સમાજને એક પ્રેરણારૂપ ઉદાહરણ પડ્યું છે. આવનારી પેઢીનું ભવિષ્ય બુદ્ધિચાતુર્ય અને તંદુરસ્તી જાળવી રાખવા વાલીઓએ પણ બોધલેવો અત્યંત જરૂરી હોવાનો આ બાળકોએ સંદેશ વહેતો કર્યો છે તે અભિનંદને છે.