શિનોર તાલુકાના મિઢોળ ગામે માં અંબા ની આરાધના એટલે નવ નોરતા નવલી નવરાત્રી ની પૂજા કરવામાં આવે છે તેમજ પહેલા નોરતે થી નવમા નોરતા સુધી કેટલાય ગાયકો.ગાયિકાઓ આવતા હોય છે તેમજ આગેવાનો ની ઉપસ્થિતિમાં માં અંબા ની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવા આવતી હોય છે.
વાત કરીએ તો
જ્યારે દર વર્ષ ની જેમ ચાલુ વરસે પણ પહેલા નોરતે થી જ નવરાત્રીમાં ગાયકો.ગાયિકાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ગતરોજ આઠમ ના દિવસે લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના ના લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આયોજક હિતેશ ઠાકોર ના આમંત્રણ ને માન આપી શિનોર પોલીસ સ્ટાફ તેમજ લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે હિતેશ ઠાકોર દ્વારા શિનોર પોલીસ સ્ટાફ તેમજ લખન દરબાર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.