રાજ્યસભા સાંસદ જશવંતસિંહની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો

તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા શહેર સ્થિત અમદાવાદ હાઇવે રોડ ભામૈયા પશ્ચીમ ત્રિમંદિર ખાતે દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત વિનામુલ્યે દિવ્યાંગતામાં રાહત થાય તે મુજબના સાઘન વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં ૪૦૩ લાભાર્થીઓને ૨૧ પ્રકારના સાઘન સહાય વિતરણ કરવામાં આવેલ હતા. અને તેઓને કુલ ૬૦૬ સાઘન આ૫વામાં આવેલ છે. સદર સાઘનોની કુલ કિંમત રૂ.૪૩,૨૦,૮૬૩/- છે. સદર સાઘનો પૈકી હલન-ચલનની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૨૮ મોટરાઇઝડ સાયકલ, ૭૯ ટ્રાઇસીકલ, ૧૦૪ વ્હીલચેર, ૩૧ કેલી૫ર્સ અને પ્રોસ્થેટીસ આ૫વામાં આવેલ છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને ૬૧ વોકીંગ સ્ટીક, ૦૮ બ્રેઇલકેન, ૦૧ બ્રેઇલકીટ, ૩૨ સુંગમ્ય કેન, ૦૧ સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ આ૫વામાં આવેલ છે. બઘીરતાની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૮૨ હિયરીંગ એઇડ આ૫વામાં આવેલ છે. માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૧ સી.પી ચેર આ૫વામાં આવેલ છે. અલગ અલગ દિવ્યાંગતા ઘરાવતા અલગ અલગ સાઘન સહાય વાળા ગોધરા તાલુકાના ૧૦ લાભાર્થીઓને ૫સંદ કરવામાં આવેલ હતા. જેઓને સ્ટેજ ઉ૫રથી ઉપસ્થિત માન. મહાનુભવોના વરદ્ હસ્તે સાઘન સહાય વિતરણ કરવામાં આવેલ છે. સદર કેમ્પમાં વિષેશ અતિથી તરીકે સાંસદ રાજ્યસભા જશવંતસિંહ પરમાર,તાલુકા પ્રમુખ ગોધરા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અઘિકારી હાજર રહેલ હતા.








