કાલોલ ધારાસભ્યની ઉપસ્થિતમાં ઘોઘંબા તાલુકાની ચાદાપૂરી પ્રા.શાળાના આચાર્ય નો વય નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

તારીખ ૦૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિ માં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા ની ચાંદાપૂરી પ્રાથમિક શાળાના આચાર્ય અમરસિંહ જાદવ નો વય નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં નાની નાની બાળકીઓ દ્વારા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ વય નિવૃત આચાર્ય તેમજ શિક્ષકો અને પધારેલ મહેમાનો ને તિલક લગાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા સુંદર મજાનું આયોજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અમરસિંહ જાદવ એવા સૌના માર્ગદર્શક કર્તવ્યનિષ્ઠ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર શાળાની દશા અને દિશા બદલનાર સૌના પ્રેરણાસ્ત્રોત એવા સન્માનીય અમરસિંહ જાદવ ૩૯ વર્ષ શિક્ષણ શેત્રે શિક્ષક તેમજ આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી ને અત્રેની ચાદાપૂરી ગામ ની શાળા ખાતે થી વય નિવૃત્તિ મેળવી હતી જેથી ચાંદાપૂરી શાળા ના સ્ટાફ તેમજ SMC સભ્યો અને બાળકો એ વય નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ હતી અને વય નિવૃત્તિ પછીનું જીવન નિરોગી નિરામય આનંદમય રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના કરી હતી એને આ પ્રસંગે કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ચાદાપૂરી પ્રાથમિક શાળા પરિવાર અને SMC સભ્યો તેમજ ગ્રામ જનો તેમજ શાળાના બાળકો હાજર રહયા હતા અને આ વિદાય સમારંભ કાર્યક્રમ ને સફળ અને શાનદાર બનાવ્યો હતો.





