GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગની રાજ્ય કારોબારી બેઠકમાં ક્ચ્છ જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક સંવર્ગના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

ઓલ્ડ પેન્શન યોજના સહિત એચ.ટાટ. મુખ્યશિક્ષકોના પ્રશ્નો અંગે આક્રમક રીતે આગળ વધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

ઓલ્ડ પેન્શન યોજના સહિત એચ.ટાટ. મુખ્યશિક્ષકોના પ્રશ્નો અંગે આક્રમક રીતે આગળ વધી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

સમાજ જાગરણ પર્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન RSS પ્રાંત કાર્યવાહજી શ્રી મહેશભાઈ ઓઝાએ આપેલ હતુ.

માંડવી તા-08. એપ્રિલ : રાજકોટના ડૉ. હેડગેવાર ભવન ખાતે સૌરાષ્ટ્ર સંભાગની રાજ્ય કારોબારી બેઠક મળી, જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય સચિવ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મચ્છાર, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંવર્ગ મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી સહિતના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી. બેઠકમાં સૌરાષ્ટ્ર સંભાગના ૧૨૫ થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા. બેઠકની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ ચંદ્રિકાબેન ચૌહાણ દ્વારા સરસ્વતી વંદના કરાવવામાં આવી. મહામંત્રી મિતેષભાઈ ભટ્ટે તમામ અધિકારીઓના પરિચય સાથે કારોબારી અંગેની પ્રસ્તાવના રજૂ કરી. આચાર્ય સંવર્ગ અધ્યક્ષ જીજ્ઞેશભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજીએ માધ્યમિક સંવર્ગના પદાધિકારીઓએ સંગઠન કાર્યવિસ્તાર, વ્યાપ અને કાર્ય પદ્ધતિ વિશે વાત કરી. માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકરની પણ ઉપસ્થિત રહી. ત્યારબાદ ગુજરાત પ્રાંતના સંગઠનમંત્રી સરદારસિંહ મછારે વર્ષ-૨૦૧૯ થી આજદિન સુધી સંગઠનનો વિસ્તાર સતત પ્રવાસ, સતત સંપર્ક દ્વારા દિનપ્રતિદિન વધતો રહ્યો છે, આ ઉપરાંત વર્ષ દરમ્યાન મહાસંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી, ગુરુ વંદના, કર્તવ્યબોધ દિનની ઉજવણી વિશિષ્ટ રીતે કરી રહ્યા છીએ તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા થતા અભ્યાસ વર્ગો મહાસંઘના તાલુકા જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓએ વ્યક્તિ નિર્માણ પર ભાર મુકતા સંઘ શિક્ષા વર્ગ કરવા સૌને આહ્વાન કર્યું હતુ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે શૂરવીરોની ભૂમિ, સંતોની ભૂમિ, સિંહોની ભૂમિ, દાતાઓની ભૂમિ છે, અહીંની ભૂમિમાંથી ઘણું બધું શીખવા મળે છે, શિક્ષકોની આપણી પાસે ખુબજ અપેક્ષાઓ છે. સંગઠનના કાર્યકર્તાઓ સંગઠન પ્રત્યે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે, શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્ર નિર્માણ અને ચરિત્ર નિર્માણ કરતું વૈચારિક સંગઠન છે, દરેકે સંગઠન પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા સહીતના પ્રશ્નો માટેની લડત ચાલુ જ છે અને આગામી સમયમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મહાસંઘ તમામ તાકાત લગાવશે.  બેઠકમાં ઉપસ્થિત આર.એસ.એસ. ના પ્રાંત કાર્યવાહજી શ્રી મહેશભાઈ ઓઝાએ દુનિયાભરના દેશોમાં ભારત દેશની વધતી જતી તાકાત તેમજ છેલ્લા વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ, ચંદ્રયાન, સૂર્યયાન, રામ મંદિર, એક સાથે 104 જેટલા ઉપગ્રહો તરતા મુકવા જેવી ઉપલબ્ધિઓ વિશે વાતો કરી સમાજ જાગરણ પર્વ વિશે વિસ્તૃત યોજના કાર્યકર્તાઓને જણાવી હતી અને મતદાન જાગરણ મહાપર્વ નિમિત્તે મતદાર જાગૃતિ બાબતે ઉપસ્થિત કાર્યકર્તાઓ પાસેથી મંતવ્યો મેળવ્યા હતા. ભીખાભાઈ પટેલે જાગરણ પર્વમાં રાખવાની તકેદારીઓ વિશે સમજ આપી હતી. ત્યારબાદ રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર જિલ્લાના માધ્યમિક સંવર્ગના જુદાં જુદાં સંવર્ગોના હોદ્દેદારોની ભીખાભાઈ પટેલ દ્વારા ઘોષણા કરવા આવી. સમારોપ ઉદ્બોધન પ્રાન્ત કાર્યવાહજી મહેશભાઈ ઓઝાએ આપ્યું હતું. બેઠકના અંતમાં સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપણી દ્વારા કલ્યાણ મંત્ર દ્વારા બેઠકને પૂર્ણ કરવામાં આવી. સમગ્ર બેઠક અને સફળ બનાવવા રાજકોટ જિલ્લાના અધ્યક્ષ મુકેશભાઈ ડાંગર તથા પદાધિકારીઓ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ માંથી જિલ્લા સરકારી માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા, જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર તેમજ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઇ ગોર, એચ.ટાટ. અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહામંત્રી રમેશભાઈ ગાગલ, રાજય પ્રતિનિધિ હર્ષદભાઈ ચૌધરી, મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, મહિલા સહ મંત્રી ડૉ. કૈલાશબેન કાઠેચા ઉપસ્થિત રહેલ હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!