ANANDANAND CITY / TALUKOGUJARAT

ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ ઍ ફોર્મ ફર્યું 

ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ ઍ ફોર્મ ફર્યું

તાહિર મેમણ – આણંદ – 06/04/2026 – ઉમરેઠ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ ઍ ફોર્મ ફર્યું અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહીત કોંગ્રેસ ના ઉચ્ચ લેવલ ના નેતા અને કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જનસભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને નટવરસિંહ સહિતના ટોચના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. તેમની સાથે કપિલાબેન ચાવડા, ગોપાલસિંહ ચાવડા, યુનુસ મુખી અને અમર જોશી જેવા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરો અને સમર્થકોના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ દરમિયાન કાર્યકરોએ ‘કોંગ્રેસ આવે છે’ ના નારા લગાવી આગામી ચૂંટણીમાં ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

આ પહેલા ભાજપ માંથી હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય રોડ-શો બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.ઉમરેઠના મુખ્ય માર્ગો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈને ફર્યા હતા.

મુખ્યમંત્રીની હાજરીમાં હર્ષદ પરમારે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!