
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના નવાગામ (ઇસરી ) ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખલા પડતા 5 ખેડૂતોનો ઘઉંનો ઊભો પાક બળીને ખાખ, વીજતંત્રની ધોર બેદરકારીના આક્ષેપો
ઉનાળાની સિઝન શરૂ થતા ની સાથે આગ લાગવાના બનાવવામાં અરવલ્લી જિલ્લાની અંદર બિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે વીજ તણખલા પડવાના કારણે ખેડૂતના ખેતરમાં રહેલો ઘઉંનો ઊભો પાક બળવાની સતત ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે છતાં પણ વીજતંત્ર ઊંઘમાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર કુણોલ, વડથલી, નવાગામ સહિત ગામોમાં તૈયાર થયેલ ઊભો ઘઉંનો પાક બળવાની અનેક ઘટનાઓ બની છે આ બાબતે ખેડૂતો દ્વારા વીજ તંત્રને ખેતરની વચોવચ ઝૂલતાતા વીજ તાર અંગે રજૂઆતો કરવા છતાં પણ વીજતંત્ર ઊંઘમાં હોય તેવી સ્થિતિ છે.
મેઘરજ તાલુકાના નવાગામ (ઇસરી ) ગામે બપોરના સમયે એકા એક વીજ તણખલા પડતાની સાથે જ પાંચ જેટલા ખેડુતાના ખેતરમાં રહેલો ઘઉંનો ઊભો પાક વીજતણખલા પડતાની સાથે જ બળવા લાગ્યો હતો અને જોત જોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું ને એક સાથે પાંચ જેટલા ખેડૂતોના ઘઉંના પાક જોત જોતામાં ખાખ થઈ ગયો ખેડૂતના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે આગ પર કાબુ મેળવાય તે માટે ખેડ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ખેડ કરતા પહેલા જ આ સંપૂર્ણ ઘઉનો પાક બળી ગયો હતો.ખેડૂતોના ખેતરમાં રહેલાં 7 વીઘા ઘઉંનો પાક બળી જતા પડતા પર પાટુ જેવી સ્થિતિ બનતા ખેડૂતો લાચાર બન્યો હતો





