GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ હત્યા કેસમાં પોલીસ દ્વારા છરી અંગે કેનાલમાં સ્કુબા ડ્રાઈવરોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તા.31/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર લાલ બગ્લવાળી શેરીમાં ગત ૧૮ મે, ૨૦૨૫ ના રોજ બનેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસે સઘન તપાસ બાદ આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ છરી સુરેન્દ્રનગર દુધરેજ મેઈન નર્મદા કેનાલમાંથી શોધી કાઢી છે આ ઘટનામાં, ૧૯ વર્ષીય દીકરીની અમિત ઉર્ફે અમન નથુભાઈ રાઠોડ રહે વઢવાણ ગણપતિ ફાટસર નામના આરોપીએ ઘાતક છરી વડે નિર્મમ હત્યા કરી હતી આ બનાવને પગલે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૩૫૨, ૩૫૧(૩) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ, સુરેન્દ્રનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડયા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજા સાહેબે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આરોપીને સત્વરે અટકાયતમાં લેવા તેમજ ગુનામાં વપરાયેલ હથિયાર રીકવર કરવા સૂચના આપી હતી આ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.આર.પટેલ અને તેમની ટીમના એએસઆઈ વીનુભાઈ રાઠોડ, અશ્વિનભાઈ દવે, પો.હે.કો. રાજેન્દ્રસિંહ ડોડીયા, કરણસિંહ ચૌહાણ, મહાવીરસિંહ પઢીયાર, તથા સ્કુબા ડ્રાઈવિંગની ટીમ તથા નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી અમિત ઉર્ફે અમન રાઠોડને ઝડપી પાડ્યો હતો નામદાર કોર્ટમાંથી પોલીસે આરોપીના ૧૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનામાં ઉપયોગ કરેલ છરી સુરેન્દ્રનગર દુધરેજ સરદાર સરોવર નર્મદાની મેઈન કેનાલમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું પ્રથમ તબક્કે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની રેસ્ક્યુ ફાયર ટીમ દ્વારા કેમેરા, રોબોટ અને મીંદડી લોખંડનું પુચળુંનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી હતી પરંતુ છરી મળી ન હતી ત્યારબાદ, સૌરાષ્ટ્ર સરદાર સરોવર નર્મદા વિભાગના અધિકારીઓનો સંપર્ક કરીને કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ સિંચાઈ ઈરીગેશનના મહત્વને ધ્યાને રાખીને આ શક્ય બન્યું ન હતું આખરે, આજરોજ તા. ૩૦ મે, ૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર સરદાર સરોવર નર્મદાના સ્કૂબા ડાઈવિંગ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી અન્ય જિલ્લાઓમાંથી સ્કૂબા ડાઈવિંગની ટીમને બોલાવવામાં આવી હતી સવારથી આરોપીની હાજરીમાં સુરેન્દ્રનગર દુધરેજ મેઈન નર્મદા કેનાલમાં સ્કૂબા ડાઈવિંગ દ્વારા સખત મહેનતના અંતે આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ અસલ હથિયાર છરી શોધી કાઢવામાં સફળતા મળી છે.

Back to top button
error: Content is protected !!