વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં જાહેરમાં મારામારીના વાયરલ વીડિયોમાં આરોપીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.
પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વિડીયો બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારની સૂચનાને પગલે વઢવાણ પોલીસે જાહેરમાં મારામારી કરી કાયદાનો ભંગ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી બનાવમા તા. ૧૪/૦૯/૨૦૨૫ ના રોજ વઢવાણ ધોળીપોળ પાણીની ટાંકી પાસે બે પક્ષો વચ્ચે જૂના મનદુઃખને કારણે ઝઘડો થયો હતો આ મારામારીમાં રમેશભાઈ રતુભાઈ વઢીયારી અને શારદાબેન રમેશભાઈ વઢીયારીએ હાથમાં લોખંડનું ધારીયું અને લાકડાનો ધોકો લઈને વશરામભાઈ બાબુભાઈ પાલીયા, વિજયભાઈ બાબુભાઈ પાલીયા અને શારદાબેન વશરામભાઈ પાલીયા સાથે ઝઘડો કર્યો હતો આ ઘટનાનો વિડીયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેના કારણે પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફરિયાદ નોંધી વઢવાણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૫૨૫૦૬૨૧/૨૦૨૫ મુજબ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીઓ રમેશભાઈ રતુભાઈ વઢીયારી અને શારદાબેન રમેશભાઈ વઢીયારીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો (લોખંડનું ધારીયું અને લાકડાનો ધોકો) જપ્ત કર્યા હતા જ્યારે સામા પક્ષે વશરામભાઈ બાબુભાઈ પાલીયા, વિજયભાઈ બાબુભાઈ પાલીયા અને શારદાબેન વશરામભાઈ પાલીયા વિરુદ્ધ પણ બી.એન.એસ.એસ. કલમ ૧૨૬, ૧૩૫ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે આ અંગેની વધુ તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.