GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં હજુ ઉનાળો શરૂ નથી થયોને પાણીનો કકળાટ શરૂ થયો

વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો

તા.16/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો

સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યા વખતે જઈ રહી છે અને હજુ તો શિયાળાનો સમય ચાલી રહ્યો છે તે છતાં પણ સુરેન્દ્રનગરની જનતાને પીવાના પાણી માટે વલખા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ સુરેન્દ્રનગર મહાનગર બન્યો તો રોજ પીવાનું પાણી શહેરીજનોને મળવું જોઈએ પરંતુ તે પહોંચાડવામાં તો મહાનગરપાલિકા નિષ્ફળ છે પરંતુ બીજી તરફ ત્રણ દિવસે રેગ્યુલર પાણી આપવામાં આવે છે તે પહોંચાડવામાં પણ હવે મહાનગરપાલિકા નિષ્ફળ નિવડી છે સુરેન્દ્રનગરના વઢવાણમાં છેલ્લા છ દિવસથી પાણી વિતરણ કરવામાં નથી આવ્યું અને પાણી પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે હજુ તો ઉનાળો શરૂ નથી થયો ત્યાં સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે સ્થાનિક લોકોને વેચાતા પીવાના પાણીના ટેન્કર મંગાવી અને પોતાનું રોજિંદુ પાણી ખરીદી કરવું પડી રહ્યું છે એક બાજુ મહાનગર પાલિકાને વઢવાણ પણ ટેક્સ ભરે છે પીવાનો પણ ખર્ચ ચૂકવે છે તે છતાં પણ છ દિવસ સુધી પાણી વિતરણ કરવામાં ન આવતા વઢવાણની ગૃહિણીઓમાં પણ આ બાબતે રોષ ફાટી નીકળવા પામ્યો છે આમ તો જ્યારથી વઢવાણ મહાનગર પાલિકામાં ભળ્યુ ત્યારથી સુવિધાથી તો વંચિત છે પણ બીજી તરફ પ્રાથમિક સુવિધા પણ હવે વઢવાણને નથી મળી રહી પીવાના પાણી છ દિવસ થયા છતાં પણ વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓને પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુખ્ય પાણીની ટાંકીનો વાલ ખરાબ થઈ ગયો છે રીપેરીંગ બાદ પાણી વિતરણ કરવામાં આવશે જ્યાં સુધી રીપેરીંગ નહીં થાય ત્યાં સુધી પાણી છોડવામાં આવશે નહીં અધિકારીઓના આ જવાબ સામે પણ સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો છે વઢવાણમાં પીવાના પાણીની બે ટાંકી આવેલી છે બંને ટાંકીના વાલ એક સાથે ખરાબ થઈ ગયા હોવાના કારણે વિતરણ વ્યવસ્થા અટકી પડી છે શિયાણીપોળ, ધોળીપોળ ગ્રામ્ય વિસ્તારોમાં મસ્જિદ ચોક નવા દરવાજા વિસ્તાર ખાંડીપોળ તમામ જગ્યાઓ ઉપર પાણી વિતરણ વ્યવસ્થા ખોવાઈ જતા છ દિવસથી વઢવાણની જનતા તરસી હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!