GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પીંગળી ગામે શાળા પ્રવેશોત્સવ સાથે નવીન વર્ગખંડો નુ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

 

તારીખ ૨૭/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના પીંગળી પ્રાથમિક શાળા ના નવીન વર્ગખંડો નુ ઉદઘાટન પ્રસંગે કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને સામૈયું કરી કુમ કુમ ના તિલક કરી વધાવ્યા હતા અને કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી અને સૌ મહેમાનો નુ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના પીંગળી પ્રાથમિક શાળા માં વર્ષો થી જર્જરિત હાલતમાં ઓરડાઓ હતા જે નવીન ૬ વર્ગો ની મંજુરી આપવામાં આવી હતી જે બાંધકામ પૂર્ણ થતાં આજ રોજ ધારાસભ્ય ના વરદ હસ્તે રીબીન કાપી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી નિમિતે બાલવાટિકામાં, આંગણવાડી ના બાળકો અને ધોરણ એક માં નાના બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને નવચેતન વિદ્યા મંદિર પીંગળી ના ધોરણ ૯ માં પણ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સાથે જ NMMS ની પરીક્ષા માં સોલંકી બિનલ મનહરસિંહ,CET ની પરીક્ષા માં પરમાર વિહાન મનુભાઈ અને સોલંકી દૃષ્ટિ ભરતભાઈ જયારે જ્ઞાનસાધના પરીક્ષા માં ધોરણ ૮ માં સોલંકી બિનલ મનહરસિંહ તેમજ સોલંકી યશરાજ દિલીપભાઈ આમ જુદી જુદી પરીક્ષાઓ માં આ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતાં ગામ અને શાળા નું પણ ગૌરવ વધાર્યું છે ત્યારે આ વર્ષે ચાલુ વર્ષે ધોરણ ૧૦ માં ૯૮.૯૦ પર્સંનટાઈલ સાથે ઉતીર્ણ થનાર રોશનીબેન દિલીપભાઈ સોલંકી નું ધારાસભ્ય એ બહુમાન કર્યું હતું આ પ્રસંગે ગામ ના અગ્રગણ્ય પ્રથમ નાગરિક સરપંચ વિજયસિંહ સોલંકી, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી કિરણસિંહ સોલંકી, તાલુકા સભ્ય વિપુલભાઈ પરમાર, સી.આર.સી.કો.ઓ.ચંદ્રકાંત સુથાર.આર.આર સોલંકી, ગણપતસિંહ સોલંકી,વકીલ કલ્પેશસિંહ સોલંકી, મુકેશસિંહ સોલંકી, તેમજ આચાર્ય વિનોદભાઈ પગી સહિત સમગ્ર શિક્ષક ગણ અને એસ.એમ.સી. ના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સારા ટકાએ ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને ગિફ્ટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને અભ્યાસ અર્થે વધું રુચિ દાખવે અને બીજા બાળકો આ બાબતે શિક્ષણ ના વાંચનકરી પ્રથમ નંબરે સારા ટકાએ પાસ થવા હરીફાઈ માં ઉતરે અને અંતે આભાર વિધિ કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો.

Back to top button
error: Content is protected !!