કાલોલ ની MGS હાઈસ્કુલ ખાતે પાવર રૂમનું ઉદ્ઘાટન જીલ્લા શિક્ષણાધિકારી ના હસ્તે કરાયુ. નવા શિક્ષણ સહાયકોને આવકાર્યા.
તારીખ ૧૫/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધી એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નવા નિમણૂક પામેલા કુલ ૧૦ શિક્ષણ સહાયકોનો આવકાર સમારોહ સરદાર હોલમાં યોજાયો હતો. નવા આવેલા શિક્ષણ સહાયકોને તથા તેમના પરિવારને મંડળ દ્વારા બુકે આપી આવકાર્યા. વોકેશનલ ટ્રેનિંગ અંતર્ગત બનાવેલ પાવર રૂમનું ઉદ્ઘાટન જીલ્લા શિક્ષણાધિકારી કે એમ પટેલ દ્વારા કરવામાં આવ્યુ કાર્યક્રમમાં વોકેશનલ ના જિલ્લા પ્રતિનિધિ રીંકલબેન પંડ્યા તેમજ તાલુકાના પ્રતિનિધિ નિધિબેન ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા મંત્રી વિરેન્દ્રભાઈ મહેતા સહમંત્રી યોગેશભાઈ મહેતા અને ખતાનચી મનોજભાઈ પરીખ તેમજ શાળાના આચાર્ય ડોક્ટર કે પી પટેલ તેમજ સીબી ગર્લ્સ હાઇસ્કુલ ના એન પી પટેલ દ્વારા નવા શિક્ષકોને શુભેચ્છાઓ આપી હતી. બન્ને શાળામાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપેલા જ્ઞાન સહાયકોને પણ તેઓનું બહુમાન કરી વિદાય આપવામાં આવી હતી. જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વોકેશનલ દ્વારા વિવિધ પ્રકારની તાલીમ મેળવી વિદ્યાર્થી આવક મેળવી શકે અને તે માટે શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીને તાલીમ મળી રહે તે માટેના વોકેશનલ ટ્રેડ વિશે માહિતી આપી હતી.