નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે રૂ. ૫.૫૦ કરોડના ખર્ચે વેળાવદર-સરલા અને બાળા-કોઠારીયા રોડના કામનું ખાતમુહૂર્ત
વિકાસના કામોમાં જનતાનો સાથ-સહકાર હંમેશા પાયાનો રહ્યો છે - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.06/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિકાસના કામોમાં જનતાનો સાથ-સહકાર હંમેશા પાયાનો રહ્યો છે – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓને સુદ્રઢ કરવાના સંકલ્પ સાથે વિકાસના કામોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે વેળાવદર અને બાળા ગામ ખાતે કુલ અંદાજિત રૂ. ૫.૫૦ કરોડના ખર્ચે માર્ગોના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વઢવાણ વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર મક્કમ છે આજે વેળાવદર-સરલા અને બાળા-કોઠારીયા માર્ગોના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી આ પંથકના પરિવહન પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવશે આ તકે તેમણે એક મહત્વની જાહેરાત કરતા ઉમેર્યું હતું કે બાળા- અણિન્દ્રા રોડની ખરાબ હાલતને ધ્યાને રાખીને તેના નવીનીકરણ માટે રૂ. ૨.૫૦ કરોડની વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે પાણી પુરવઠાની સુવિધાઓ અંગે વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે ૨ કરોડ લીટરની ક્ષમતાનો વિશાળ પાણીનો સંપ અને ૯૦ એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે અંદાજે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ધોળીજા ડેમથી ફૂલગ્રામ સુધી પાઈપલાઈન દ્વારા પાણી લાવીને ૨૨૫ જેટલા ગામડાઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં આ પ્રકારના માત્ર બે જ મોટા સંપ છે જે પૈકીનો એક આપણા વઢવાણ તાલુકામાં કાર્યરત હોવો એ ગૌરવની બાબત છે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સરકાર ખેડૂતો ગરીબો અને વંચિતોના ઉત્થાન માટે સમર્પિત છે આયુષ્માન કાર્ડ હેઠળ હવે રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનાથી સામાન્ય પરિવારોને ગંભીર બીમારીના સમયે આર્થિક સંકટમાંથી મોટી રાહત મળી છે વધુમાં, ખેડૂતોને ટ્રેક્ટર, તાળપત્રી અને વિવિધ કૃષિ સાધનો પર અપાતી સબસિડી તેમજ સિંચાઈ માટે નર્મદાના નીરની વ્યવસ્થા કરીને સરકાર ખેતી અને ખેડૂત બંનેને સમૃદ્ધ બનાવી રહી છે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે વિકાસના કામોમાં જનતાનો સાથ-સહકાર હંમેશા પાયાનો રહ્યો છે તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ગામના બજાર અને શેરીઓના નાના-મોટા પ્રશ્નોને પણ પ્રાથમિકતા આપીને તબક્કાવાર રીતે ઉકેલવામાં આવશે ગ્રામ્ય જનતાની સુખાકારી અને પરિવહન સુવિધામાં વધારો કરવાના હેતુથી ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ વેળાવદર-સરલા રોડના નવીનીકરણ માટે રૂ. ૨.૫૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે ૪ કિલોમીટરની લંબાઈ ધરાવતા આ માર્ગમાં માટીકામ, મેટલીંગ અને ડામર કામની સાથે વાહનવ્યવહારની સુગમતા માટે ૧ વેન્ટેડ કોઝવે, પાઇપ નાળું અને ૫૦ મીટરની પ્રોટેક્શન દીવાલનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સ્થાનિકોની પરિવહન સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તદુપરાંત, બાળાથી કોઠારીયાને જોડતા ૦૪ કિલોમીટર લાંબા માર્ગના રીસરફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજિત રૂ. ૩.૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં ડામરના મજબૂત સ્તરો પાથરવાની સાથે ૭૦૦ મીટરની લંબાઈમાં સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત પાણીના નિકાલ માટે પાઈપ નાળું અને ૧૦૦ મીટર લાંબી પ્રોટેક્શન દીવાલ પણ બનાવવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દેવૈયા, સરપંચ શ્રી નયનભાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચંદુલાલ મકવાણા, તાલુકા પંચાયતના સદસ્ય જીતુભા તથા કાનભા, અગ્રણી મહેન્દ્રભાઈ ચાવડા, નાનજીભાઈ રબારી સહિતના મહાનુભાવો, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




