MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મયુર બ્રીજ પર “I LOVE MORBI ” નામ નુ સ્કલપચર સ્થાપિત કરવામાં આવ્યું
MORBI:મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મયુર બ્રીજ પર “I LOVE MORBI ” નામ નુ સ્કલપચર સ્થાપિત કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તાર માં આવેલ મયુર બ્રીજ એ મોરબી ની શાન છે અને મોરબી નું ગૌરવ છે કે જ્યાં દર-રોજ વિશાળ સંખ્યામાં નાગરિકો શાંતિ થી બેસવા માટે અને સૌંદર્ય નિહાળવા માટે પરિવાર સાથે સમય વિતાવવા આવે છે એ બાબતો ને ધ્યાને લઇ મોરબી મહાનગરપાલિકા દ્વારા મયુર બ્રીજ પર “I LOVE MORBI ” નામ નુ સ્કલપચર સ્થાપિત કરવામાં આવેલ છે આ શિલ્પ માત્ર એક ફોટો પોઈન્ટ નહિ, પણ મોરબી શહેર પ્રત્યેના ગૌરવ અને લાગણીનો પ્રતિક પણ છે. જે મોરબી વાસીઓ તેમજ મુલાકાતીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને “સેલ્ફી પોઈન્ટ” તરીકે પણ લોકપ્રિય બનશે આ પ્રયાશ મોરબી શહેર ના સૌંદર્ય ને વધારવા તરફ એક આકર્ષક પગલું છે.
વધુ માં મયુર બ્રિજ પર રાત્રિ ના સમયે ઘણા નાગરિકો પણ બેસવા માટે અથવા ત્યાં નું શુદ્ધ વાતાવરણ નિહાળવા માટે આવે છે ત્યારે ત્યાં બ્રિજ પર બેસવા માટે ની પણ પૂરતી સુવિધા મળી રહે તે રીતના પ્રયાશો હાથ ધરવામાં આવેલ છે કે જ્યાં નગરજનો ને બેસવા માટે બાંકડા ઓ ની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.આવી જ રીતે આગામી સમય માં મોરબી ની જનતા ને અનુકૂળ તમામ પ્રકાર ના પ્રયશો હાથ ધરવામાં આવશે.