GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન; 18મીએ મતગણતરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને આ જાહેરાત કરી છે.  રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્ણને પત્રકાર પરિષદ યોજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ સાથે જ રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં યોજાય.

રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.

66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે

અમદાવાદ: બાવળા, સાણંદ, ધંધુકા
ગાંધીનગર: માણસા
ખેડા: મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા
આણંદ: આંકલાવ,બોરીયાવી, ઓડ
મહીસાગર: લુણાવાડા,સંતરામપુર, બાલાસિનોર
સાબરકાંઠા: ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ
પાટણ: હારીજ, ચાણસ્મા, રાધનપુર
મહેસાણા: ખેરાલુ, વડનગર
વડોદરા: કરજણ
છોટાઉદેપુર:છોટાઉદેપુર
દાહોદ:ઝાલોદ, દેવગઢ બારીઆ
પંચમહાલ: કાલોલ, હાલોલ
નવસારી: બિલીમોરા
વલસાડ: વલસાડ, પારડી, ધરમપુર
તાપી: સોનગઢ
જામનગર: જામજોધપુર, ધ્રોલ, કાલાવાડ
દેવભૂમિ દ્વારકા: સલાયા, દ્વારકા, ભાણવડ
જૂનાગઢ: બાંટવા, વિસાવદર, માણાવદર, માંગરોળ, વંથલી, ચોરવાડ
ગીરસોમનાથ: કોડીનાર
કચ્છ: રાપર, ભચાઉ
અમરેલી: લાઠી, ચલાલા જાફરાબાદ, રાજુલા
ભાવનગર: શિહોર,ગારીયાધાર, તળાજા
બોટાદ:ગઢડા
રાજકોટ: જસદણ, ભાયાવદર, જેતપુર-નવાગઢ, ધોરાજી, ઉપલેટા
મોરબી: હળવદ

જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 27 જાન્યુઆરી 2025
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ     16 ફેબ્રુઆરી 2025
પુન: મતદાનની તારીખ (જરૂર જણાય તો)  17 ફેબ્રુઆરી 2025
મતગણતરીની તારીખ         18 ફેબ્રુઆરી 2025

 

Back to top button
error: Content is protected !!