સુરેન્દ્રનગર મનપા વિસ્તારના માળોદ ગામમાં 9 સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ
તા.28/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના માળોદ ગામમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના 2024-25 અંતર્ગત 9 નવા રોડ 8 સીસી રોડ અને 1 ડામર રોડના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹199 લાખ છે જેના અંતર્ગત કુલ 3500 મીટરથી વધુ લંબાઈના રોડનું નિર્માણ થશે બસ સ્ટેશન સામે આંગણવાડીથી રામજી મંદિર સુધી, 5 મીટર પહોળો, 280 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹16 લાખ, નવા પરા વિસ્તારથી પટેલ સમાજ વાડી સુધી 4 મીટર પહોળો, 1090 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹49 લાખ, બેંકની બાજુની ગલીઓ તથા પ્રાથમિક શાળા પાસે 4 મીટર પહોળો, 215 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹10 લાખ, સ્વામિનારાયણ મંદિર પાસે 6 મીટર પહોળો, 370 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹25 લાખ, ચોકડીથી શિવધારા સોસાયટી સુધી 6 મીટર પહોળો, 584 મીટર લાંબો ડામર રોડ, ખર્ચ ₹49 લાખ, રામદેવપીર મંદિર વિસ્તાર અને કનુભા મસાણીના ઘર પાસે 6 મીટર પહોળો, 145 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹10 લાખ રામજીભાઈ કાજાના ઘરેથી તળાવની પાળ સુધી 4 મીટર પહોળો, 220 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹10 લાખ પ્રાથમિક શાળા સામે અવાડાથી કેનાલ સુધી 4 મીટર પહોળો, 440 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹20 લાખ પંચાયત ઓફિસ પાછળનો વિસ્તાર 5 મીટર પહોળો, 175 મીટર લાંબો સીસી રોડ, ખર્ચ ₹10 લાખ આ રોડ નિર્માણથી માળોદ ગામના રહેવાસીઓને સુગમ અને સુરક્ષિત પરિવહન સુવિધા પ્રાપ્ત થશે જે ગામના વિકાસમાં મહત્વનું યોગદાન આપશે આ પ્રસંગે શહેરી ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી તથા સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના સીટી એન્જિનિયર કલ્પેશભાઈ ચૌહાણ, નાયબ કાર્યપાલક ઇજનેર કે.જી. હેરમાં તથા અગ્રણી સર્વઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.