વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા. 17 : મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન ગીતાબેન પ્રેમજી સોધમના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ અવસરે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નીલકંઠભાઈ ગોસ્વામીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. કાર્યક્રમમાં દિલસાદબેન છતાણી, નિર્મલસિંહ જાડેજા, રવિભાઈ ગંગેરા, ડિમ્પલબેન ઝાલા, ફરીદભાઈ ખોજા, જીવણભાઈ મકવાણા, પ્રેમજીભાઈ સોધમ તથા જગદીશ માસ્તર ઉપસ્થિત રહ્યા હતા.સ્વતંત્રતા પર્વના આ પ્રસંગે સૌએ રાષ્ટ્રપ્રેમની લાગણી સાથે દેશના શહીદોને યાદ કર્યા હતા.