પાટડી તાલુકાના જૈનાબાદમા હડકાયા નોળિયાનો આતંક મચાવ્યો, સાત લોકો ઘાયલ
નોળિયો પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો.

તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નોળિયો પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદ ગામે હડકાયો નોળિયો સાત ઈસમોને કરડતા છ વ્યક્તિઓને પાટડી સરકારી હોસ્પિટલે અને એક બાળકીને સુરેન્દ્રનગર ખાતે દાખલ કરવામાં આવ્યા ગામના યુવાનો નોળિયાને પકડવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે છતાં આ વિકરાળ બનેલો નોળિયો હજી લોકોની પક્કડથી દુર ગ્રામજનોના મંતવ્ય મુજબ આ એક નહી પણ બે ત્રણ નોળિયા હડકાયા થયા હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે બજાણા ફોરેસ્ટ રેન્જના કર્મચારી વિષ્ણુભાઈ જાણ કરવામાં આવી છે જેથી કરીને આ નોળિયાને પાંજરામાં પૂરવાની કાર્યવાહી વહેલી તકે કરવામાં આવે હાલ ગામની ગલી મહોલ્લામાં ભયનો માહોલ છવાયેલો છે ત્યારે ચારથી પાંચ બાળકોને વિરમગામ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણકારી કરવામાં આવી હતી પરંતુ ગ્રામજનોએ આ નોળિયાને પકડી અને તેને પતાવી દેવામાં આવ્યો હતો તેવું હાલમાં જાણવા મળે છે જ્યારે ગ્રામજનોમાં હડકાયા થયેલા નોડીયાથી ભારે ફફડાટ ફેલાયો હતો અને જેનાબાદ ગામ વિસ્તારમાં મોટી માત્રામાં નોળિયા હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે રાત્રિના સમયમાં લોકોના ઘરમાં પણ નોળિયા ઘૂસી જાતા હોવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારે હડકાયા થયેલા નોળિયાએ સાત જેટલા બાળકોને બટકા ભરી અને ઈજાઓ પહોંચાડી હતી ત્યારે હોસ્પિટલમાં હડકવાની રસી ન આવવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે તાત્કાલિક અસર હે આરોગ્ય વિભાગમાંથી રસી મળે તેવી પણ વાલીઓએ માંગણી કરી હતી પાટડી તાલુકાના જૈનાબાદમાં હડકાયા નોળીયાનો આતંક સામે આવ્યો હતો જેમાં આ નોળીયાએ એક માસુમ બાળક સહિત પાંચથી સાત લોકો અને બે વાછરડીને ઘાયલ કર્યા બાદ અંતે પાંજરે પુરાયો હતો જેમાં બજાણા વન વિભાગની ભારે જહેમત બાદ અંતે પાંજરે પુરાતા બજાણા કેર સેન્ટર ખાતે લઈ જવાયો હતો આ ગોઝારી ઘટનાના પગલે જૈનાબાદ ગ્રામજનોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો જૈનાબાદમાં આજે વહેલી સવારથી તળાવની પાળે એક હડકાયા નોળીયાના આતંકથી લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું થોડી જ વારમાં આ નોળીયાએ એક બાળકના મોંઢા પર હુમલો કરવાની સાથે પાંચથી સાત લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા બાદમાં તમામ ઈજાગ્રસ્ત લોકોને તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જૈનાબાદના ગ્રામજનો દ્વારા આ બાબતે બજાણા વન વિભાગને જાણ કરાતા બજાણા ઘુડખર અભ્યારણ વિભાગના વિષ્ણુભાઈ રબારી, જલાભાઈ રબારી, જગદીશભાઈ પટેલ, દિલીપભાઈ તોરાની અને કાળુભાઇ ઠાકોર સહિતનો સમગ્ર સ્ટાફ જૈનાબાદ બનાવના સ્થળે દોડી ગયા હતા દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ આ નોળીયાને પિંજરે પુરવામાં સફળતા મળી હતી બાદમાં નોળીયાને વન વિભાગના સ્ટાફ દ્વારા બજાણા કેર સેન્ટર લઈ જવાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.




