GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ; જલાલપોર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના મરોલી ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ આજરોજ જલાલપોર તાલુકા મરોલી સરકારી આયુર્વેદ દવાખાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી નીલમબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકર દ્વારા મહેમાનોનું સ્વાગત કરી આયુષ સેવાઓના વિસ્તરણ અંગે માહિતી આપી હતી. પ્રસંગે મરોલી ગામના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ સહિત મહાનુભાવોએ આયુર્વેદિક સારવારના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અનિતાબેન હળપતિ, ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





