કાંકરેજ તાલુકાના આનંદપુરા (શિ.)ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પુર્ણાહુતી…
કાંકરેજ તાલુકાના આનંદપુરા (શિ.)ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પુર્ણાહુતી...
કાંકરેજ તાલુકાના આનંદપુરા (શિ.)ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે પુર્ણાહુતી…
કાંકરેજ તાલુકાની પાવન ભૂમિ આનંદપુરા (શિરવાડા)ખાતે શ્રી જગદીશ્વર મહાદેવ પરિવાર, શ્રી બ્રહ્માણી માતાજી એવમ શ્રીરામ પરિવાર ત્રિ-દિવસય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૮૧ ના ચૈત્ર વદ-૬ ને શનિવાર તા.૧૯/૦૪/૨૦૨૫ થી ૨૧/૦૪/૨૦૨૫ સુધી યોજાયો હતો.પરમ પૂજ્યશ્રી બ્રહ્મચારી શ્યામસ્વરૂપબાપુ ઊંડાઈ (ઉજનવાડા)ની પાવન નિશ્રામાં યજ્ઞના મુખ્ય યજમાન જોશી મફાભાઈ દલછાભાઈ પરિવાર, સહ યજમાન સ્વ.ડાહ્યાભાઈ દલછાભાઈ જોષી પરિવાર, જોષી ચેહરાભાઈ વાલજીભાઈ પરિવાર,સ્વ.દેવચંદભાઈ વાલજીભાઈ જોષી પરિવાર, ગં.સ્વ.રૂખીબેન જીવણભાઈ જોષી પરિવારના યજમાન પદે પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બાબુભાઈ જોષી શિરવાડા, શાસ્ત્રી વિજયભાઈ જોષી આનંદપુરાના મુખારવિંદે શાસ્ત્રોત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે પરિપૂર્ણ કરી બપોરે ૧૨.૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી.ત્રણેય દિવસ સ્વ. શાંતાબેન ડાહ્યાભાઈ જોષી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવેલ અનેક દાતાઓએ અનેક ચડાવાઓના તથા અનેક દાતાઓ રોકડ રકમ આપી સહભાગી થયા હતા.સંતો મહંતોએ પધારી આશીર્વાદ આપ્યા હતા.પધારનાર રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓને જોષી વિરમભાઈ જીવણભાઈ પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમ બ.કાં. જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ હેમુભાઈ જોષીએ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530