HIMATNAGARSABARKANTHA

મહિલાઓએ સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ

તિરંગાના રંગે રંગાયું હિંમતનગર

મહિલાઓએ સૈન્યના શોર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું

***********
લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા દર્શાવી
**********
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સુશ્રી કૌશલ્યા કુંવરબા પરમાર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ યાત્રા નલિન કાન્ત ગાંધી ટાઉન હોલથી નીકળી વિવિધ વિસ્તારો ફરી ટાવર રોડ સુધી યોજાઈ હતી. આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા બિરદાવી હતી.
શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો.
આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, મહિલા અગ્રણી નીલાબેન પટેલ, કાજલબેન દોશી, નિર્મલાબેન પંચાલ, અગ્રણી શ્રી મહેન્દ્રસિંહ રહેવર સહિત વિવિધ સંગઠનની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!