GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટાવાળાને લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો

જમીન વારસાની નોંધ માટે રૂ. 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ઝડપાયા

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જમીન વારસાની નોંધ માટે રૂ. 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટાવાળો ઝડપાયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે આ બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદીના પિતાએ લખતર તાલુકાના વડલા ગામે ખેતીની જમીન વેચાણથી રાખી હતી આ જમીનની નોંધ પ્રમાણિત કરાવવા માટે ફરિયાદીએ મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો આ કામના બદલામાં આઉટસોર્સ પટાવાળા કનકસિંહ વાધુભા ઝાલાએ સર્કલ સાહેબના નામે શરૂઆતમાં રૂ. 50,000ની માગણી કરી હતી લાંબી રકઝક બાદ અંતે રૂ. 30,000 નક્કી થયા હતા આથી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો જે આધારે 07/04/2026 ના રોજ મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું આથી આ ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર મહેસૂલ વિભાગ જયદિપસિંહ હનુભા પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં પટાવાળા કનકસિંહને આપી દેવા જણાવ્યું હતું જેવા પટાવાળાએ રૂ. 20,000 સ્વીકાર્યા કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળ ટ્રેપ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાધેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!