ખાંભડા ખાતે શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે રૂ. ૭ કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ
દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર મંત્રીનો વિશેષ ભાર

તા.24/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા પર મંત્રીનો વિશેષ ભાર, આજે શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અંતર્ગત નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખાંભડાનો લોકાર્પણ સમારોહ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અંદાજે રૂ. ૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ વિશાળ કેમ્પસની મંત્રીએ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી તેમણે શાળાના વર્ગખંડો, ભોજન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે મંત્રીએ દીકરીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, દીકરીઓને મળવાની તેમની અંગત લાગણી આજે પૂર્ણ થઈ છે રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવાનો છે લોકાર્પણ બાદ મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, અંતરિયાળ ગામડાઓની દીકરીઓને શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સરકાર રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓ મફત પૂરી પાડી રહી છે વાલીઓને આશ્વસ્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે તમારી દીકરીઓની સુરક્ષાની ચિંતા કરશો નહીં મુખ્યમંત્રી અને અમારો આખો વિભાગ વાલી બનીને તમારી પડખે ઊભો છે તેમણે વાલીઓને ખાસ વિનંતી કરી હતી કે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ દીકરીઓનું ભણતર પૂરું કરાવે અને અધવચ્ચેથી શાળા ન છોડવા માટે અપીલ કરી હતી વાલીઓએ સમયાંતરે શાળાની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કરવા અને દીકરીઓની સલામતી, સ્વાસ્થ્ય અને ભોજન અંગેના વાલીઓના સૂચનોનો ત્વરિત અમલ કરવા અને નિયમિત બેઠકો દ્વારા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા જણાવ્યું હતું.





