રક્ષાબંધન : શામળાજી મંદિર ખાતે રક્ષાબંધન ના પવિત્ર દિવસે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું,ભક્તે શામાળીયા ને સોનાની રાખડી અર્પણ કરી
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
રક્ષાબંધન : શામળાજી મંદિર ખાતે રક્ષાબંધન ના પવિત્ર દિવસે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું,ભક્તે શામાળીયા ને સોનાની રાખડી અર્પણ કરી
શ્રાવણ માસ ની પૂનમ એટલે રક્ષાબંધન નું પર્વ છે ત્યારે આજે ભાઈ ની રક્ષા માટે બહેન આજે ભાઈ ને રાખડી બાંધી ને સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે આ તહેવાર ની ઉજવણી ધાર્મિક સ્થાનો માં પણ કરવા માં આવે છે અને ભક્તો પણ ભગવાન ને રાખડી અર્પણ કરતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાત ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં ભક્તો એ ભગવાન શામળિયા ને પવિત્ર રાખડી અર્પણ કરી
શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું છે દૂર દૂર થી ભક્તો મોટી સંખ્યા માં કાળીયા ઠાકર ના દર્શન માટે ઉમટી પડ્યા છે વિજાપુર ના ધાનપુર ગામ ના એક ભક્તે ભગવાન શામળિયા ને સોના ની રાખડી અર્પણ કરી છે ભગવાન સમગ્ર જગત ના ભાઈ છે એવો ભાવ ભક્તો વ્યક્ત કરી રહ્યા છે આજે શામળિયા ભગવાન ને રક્ષા બંધન અને શ્રાવણી પૂનમ નિમિતે ખાસ શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા આજના દિવસ ના જરકસી જામાં સહિત વાઘા પહેરાવવા માં આવ્યા છે સોના આભૂષણો ના શણગાર કરાયા છે આજે દિવસ દરમિયાન ભગવાન શામળિયા ના અલગ અલગ મનોરથ ના દર્શન થશે ભગવાન શામળિયો સર્વે ના મનોરથ પૂર્ણ કરે છે