ARAVALLIGUJARATMALPURMODASA

માલપુર – સૂરજપુર ગામ નજીક આવેલા સોલર પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના – જિલ્લામાં વિવિધ સોલર પ્લાન્ટમાં ફાયર સેફ્ટી નો અભાવ..? તંત્ર ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે કે શું…?

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર – સૂરજપુર ગામ નજીક આવેલા સોલર પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના – જિલ્લામાં વિવિધ સોલર પ્લાન્ટમાં ફાયર સેફ્ટી નો અભાવ..? તંત્ર ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે કે શું…?

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સૂરજપુર ગામ નજીક આવેલા સોલર પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં સ્થાપિત સોલર પ્લેટોમાં આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા અને આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાની માહિતી મળતા જ મોડાસા ફાયર વિભાગની 3  ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની તીવ્રતા વધુ હોવાને કારણે વધુ એક ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યું હતું, જેથી કુલ ત્રણ ફાયર ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ફાયર કર્મીઓએ સતત પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.આ ભીષણ આગમાં સોલર પ્લેટો સહિત પ્લાન્ટમાં રહેલ અન્ય વિદ્યુત સાધનો અને સામગ્રીને ભારે નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને ફાયર વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આર્થિક નુકશાન નોંધપાત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાય ત્યારબાદ નુકશાનનો અંદાજ અને આગ લાગવાના કારણ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે

Back to top button
error: Content is protected !!