એસ. એ. પટેલ કોમર્સ કોલેજ માં એન.એસ.એસ અંતર્ગત અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની ના જન્મદિવસ નિમિતે “સ્વદેશી ભારતથી વિકસિત ભારત” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો
17 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એસ. એ. પટેલ કોમર્સ કોલેજ માં એન.એસ.એસ અંતર્ગત અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની ના જન્મદિવસ નિમિતે “સ્વદેશી ભારતથી વિકસિત ભારત” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ માં એન.એસ.એસ અંતર્ગત અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે તા-૧૭/૦૯/૨૦૨૫ બુધવાર ના રોજ “સ્વદેશી ભારતથી વિકસિત ભારત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આર.આર. મહેતા એન્ડ સી.એલ પરીખ કોમર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડૉ.ધ્રુવભાઈ પંડ્યા એ સ્વદેશી ભારતની સંકલ્પના સમજાવી સ્વ ભાષા સ્વ ભુવન સ્વ સંસ્કૃતિ સ્વ આહાર સ્વ પોશાક જેવા વિષયો પર સરસ મજાનું વ્યાખ્યાન આપ્યું તેમજ વિદ્યાર્થીઓ સ્વદેશી અપનાવે તેવા આગ્રહ સાથે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું કાર્યક્રમના અંતે ડૉ. કિરણબેન રાવલે આ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન અને સંચાલન ડૉ.મનીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ કોમર્સ કોલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.હિરલબેન ઠક્કર સફળતાપૂર્વક કર્યું હતુ.