તા.૦૯.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના સિંધી સોસાયટી ખાતે ભારતીય સિંધુ સભા દ્વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
દાહોદની સિંઘી સોસાયટી ખાતે અમર શહીદ હેમુ કાલાણી જીની સ્મુર્તિમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.શહીદ હેમુ કેલાણી જીની વાત કરીયેતો એમનું જન્મ ૨૩.માર્ચ ૧૯૨૩ ના રોજ સુકુર સિંધમાં થયો હતો.જેમણે ૧૯ વર્ષ ની વયે એટલે ૨૧ જાન્યુઆરી ૧૯૪૩ માં અગ્રેજો દ્વારા સિંધ પ્રદેશના ફાંસી આપવામાં આવી હતી.જેમાં એમની એમની અંતિમ ઈચ્છા જયારે અંગ્રેજો દ્વારા પૂછવામાં આવી.ફરી ભારત માતાની સેવા માટે ફરી જન્મ અંખડ ભારતમાં થાય એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરી બલિદાન આપ્યું હતું.જેમના ક્રાંતિ કારી અમર શહીદ હેમુ કાલાણી જીના બલિદાનને યાદ કરી આજરોજ ભારતીય સિંધુ સભાં દાહોદ જિલ્લા દ્વારા ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દાહોદ નગર વાસીયોએ રક્તદાન કર્યું