GODHARAPANCHMAHAL

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

 

જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ તા.૨૭ મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી તા.૧૭મી માર્ચ ૨૦૨૫ દરમિયાન યોજાશે
****
પંચમહાલ, શુક્રવાર :: પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,ગોધરા ખાતે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
પંચમહાલ જિલ્લામાં તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની મુખ્ય પરીક્ષાઓ યોજાનાર છે. જેમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ કુલ ૩૪ કેન્દ્રો પરથી, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કુલ ૧૯ કેન્દ્રો અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ કુલ ૦૨ કેન્દ્રો પર મુખ્ય પરીક્ષા આપશે.
જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં આગામી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને પરીક્ષાના આયોજન અંગે, કેન્દ્ર સંચાલકોની નિમણુક અને તાલીમ, પરીક્ષા સ્ટાફની તાલીમ, પરીક્ષા સ્થળો પર લાયઝન અધિકારીની નિમણુક, કાયદો અને વ્યવસ્થાના અમલીકરણ, પરીક્ષા સમય દરમિયાન વીજ પુરવઠાની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સ્થળે આરોગ્યની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા સહિત વિવિધ બાબતો અંગે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર અને અધીક્ષક ઇજનેર, ડેપો મેનેજર, નગરપાલીકા ચીફ ઓફિસર અને જિલ્લાની વિવિધ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!