GUJARATKUTCHMANDAVI

ભુજ હાટ ખાતે આયોજીત સાંસદ સ્વદેશી મેલા શનિ – રવિવાર નાં પણ ચાલુ રહેશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસે ભુજ મધ્યે હાટ માં સ્વદેશી અપનાવીયે અને ભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાન નાં હેતુ ને સાર્થક બનાવવા તેમનાં આહવાન થી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ સાંસદ સ્વદેશી મેલા નું આયોજન તા.૧૭સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર સુધી કરેલ પરંતુ સ્વદેશી ચીજ વસ્તુઓની ખરીદી અને લોકો નાં ઉત્સાહ ને જોઈ તા. ૨૦ સપ્ટેમ્બર શનિવાર તથા ૨૧ સપ્ટેમ્બર રવિવાર સુધી સ્વદેશી મેલા નો લાભ વધુ ને વધુ લોકો લઈ શકે. સ્વદેશી અપનાવવું એ માત્ર સુત્ર નથી પરંતુ આપણી જીવનશૈલી સાથે વણાયેલ છે. મેલા નાં સારા પ્રતીભાવ તથા લોકલાગણી ધ્યાને લઈ સ્વદેશી મેલા ને વધુ બે દિવસ રહેશે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડા એ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!