નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી શોપિંગ લોકાર્પણ: આત્મનિર્ભર ભારત તરફનો એક પ્રેરક પ્રયાસ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત સરકારના “વિકાસ સપ્તાહ ૨૦૨૫”ના અવસરે, આજરોજ તારીખ, ૧૨/૧૦/૨૦૨૫, નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના કંસારવાડ વિસ્તાર સ્થિત મોટા બજાર માર્કેટ ખાતે “નવસારી શોપિંગ ઉત્સવ ૨૦૨૫”નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન, નવસારીના માનનીય ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી (એડમીન), તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉત્સવનો મુખ્ય હેતુ “દર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના નારા સાથે સ્થાનિક ઉત્પાદન અને વેન્ડર્સને પ્રોત્સાહન આપવાનો છે. “લોકલ ફોર વોકલ”ના વિઝન સાથે યોજાયેલ આ કાર્યક્રમને નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. નવસારીના ૪૦૦થી વધુ સ્વદેશી વેન્ડરોએ આ ઉત્સવમાં ભાગ લીધો છે અને નાગરિકોને ૧૦%થી પણ વધુ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરવાની તક આપી છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે, તેઓ સરકારના આ આત્મનિર્ભર અભિગમમાં ભાગીદાર બને, સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપે અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી દેશના આર્થિક વિકાસમાં સહયોગ આપે.
આ અભિયાન ન માત્ર સ્થાનિક વેપારીઓ માટે નવો ઉદ્દેશ પ્રદાન કરે છે, પણ સ્વદેશીતા, આત્મનિર્ભરતા અને સામૂહિક વિકાસના મૂલ્યોને પણ વધુ મજબૂત બનાવે છે.
આ પ્રકારના સ્વદેશી શોપિંગ ઉત્સવો સ્થાનિક અર્થતંત્ર, વેન્ડર્સ અને નાગરિકોની જીવનશૈલી સકારાત્મક અને દેશ પ્રત્યે ગૌરવ પ્રાપ્ત થાય તે બાબતે પ્રોત્સાહન આપે છે. સાથે દેશના ઇકોનોમી પાયાના પણ એક એકમ સ્વરૂપ બને છે.