NANDODNARMADA

અમદાવાદમાં તા.૨૩ મી ફેબ્રુઆરી,૨૦૨૫ના રોજ ગુજરાત કાઈટ ફાઇટિંગ ટુર્નામેન્ટનું આયોજન

અમદાવાદમાં તા.૨૩ મી ફેબ્રુઆરી,૨૦૨૫ના રોજ ગુજરાત કાઈટ ફાઇટિંગ ટુર્નામેન્ટનું આયોજન

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ઉતરાયણ પર્વે આકાશમાં પતંગોના દાવપેચ જોવા મળે એની નવાઈ ના હોય. પરંતુ અમદાવાદના આકાશમાં વગર ઉત્તરાયણે આકાશમાં પતંગ યુદ્ધ લડાશે અને પતંગબાજીમાં કુશળ શોખીનો પેચ લડાવવા અને પેચ કાપવાના કરતબોમાં તેમના કૌશલ્યોનુ દિલધડક નિદર્શન રજૂ કરશે.

અમદાવાદ ના યુટ્યુબર ‘’ઉડતાફિરતા’’ તપન મકવાણાએ જયપુરના વિરાટ કાઈટ હાઉસ, કિશાન કાઇટ, બાબલા કાઇટ તેમજ માંઝા કિંગ ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાત કાઈટ ફાઇટિંગ ટુર્નામેન્ટ યોજી છે. ગુજરાતના દરેક શહેરોમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, અંકલેશ્વર, પોરબંદર, કચ્છ, રાજપીપલા, જામનગર, અમરેલી જેવા શહેરોમાંથી સ્પર્ધકો મોટી સંખ્યામાં સહભાગી થનાર છે.

 

આ પતંગોત્સવનું સંચાલન રસપ્રદ નિયમો હેઠળ કરવામાં આવ્યું છે અને તમામ હરીફોએ ગેર લાયકાત ટાળવા ચુસ્તપણે આ નિયમો પાળવા પડશે. ટિમ રિપોર્ટિંગ, ૫ દાવની (લડાઈની) મર્યાદા, પતંગોની જોગવાઈ અને ફાળવણી, પતંગને નુકશાન અને બદલવાના ધોરણો, માંઝા, ફીરકી અને ૯ તારની દોરીને લગતા નિયમો ઇત્યાદિને સ્પર્ધકોએ સમજી લેવા પડશે. વિવાદના સંજોગોમાં રેફરી/સમિતિ અંતિમ નિર્ણય જાહેર કરશે જે તમામ સ્પર્ધકો માટે બંધન કરતા રહેશે.

 

શિસ્ત અને મર્યાદા પાળીને, અરુચિકર હિંસા કે વાણી વર્તન ટાળીને ખેલદિલીની ભાવના સાથે હરીફો ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

 

ઉતરાયણ વગરનો આ સ્પર્ધાત્મક પતંગ ઉત્સવ રવિવાર તા.૨૩ મી ફેબ્રુઆરી,૨૦૨૫ના રોજ અમદાવાદમાં લાંભા – વટવા કેનાલ રોડ, રેનબો એક્ઝોટીકા એપાર્ટમેન્ટ નજીક યોજવામાં આવ્યો છે, જે સવારના ૯.૩૦ કલાકે શરૂ થશે. આ પતંગ ઉત્સવમાં વિજેતા સ્પર્ધકોને આયોજકો દ્વારા પ્રોત્સાહનરૂપે ટ્રોફી-સર્ટીફીકેટ સાથે ઇનામ આપી તેમનું બહુમાન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!