GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડા ખાતે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો,રોજગાર ભરતી મેળામાં કુલ ૩૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૬.૨૦૨૫

જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી આઇ.ટી.આઇ, જાંબુઘોડા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો.આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની ૧૦ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી કુલ ૩૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા અને ઇમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના,એપ્રન્ટીસ માર્ગદર્શન અને રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૮૦ જેટલાં હાજર મહિલા અને પુરુષ ઉમેદવારો પૈકી ૩૨ ઉમેદવારોની ૧૦ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!