જીલ્લા પોલીસ વડા હરીશ દુધાત દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનુ ઈન્સ્પેકશન.રાબોડ ગામે લોકદરબાર યોજાયો.

તારીખ ૨૬/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા પોલીસ અધીક્ષક હરીશ દુધાત દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનુ વાર્ષીક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આર.ડી ભરવાડ તેમજ પીએસઆઇ એલ એ પરમાર અને પીએસઆઇ બી બી કાતરિયા દ્વારા પોલીસ અધિક્ષક નુ સ્વાગત કરાયું હતુ. પોલીસ સ્ટેશનના રેકર્ડ ની ચકાસણી કરાઈ હતી. સાજે કાલોલ તાલુકાના રાબોડ ગામે લોકદરબાર યોજાયો હતો જેમા જીલ્લા પોલીસ અધિક્ષક હરીશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વી જે રાઠોડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર ડી ભરવાડ તેમજ રાબોડ ગામના તથા આસપાસના ગામોના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લઈ દર્શન કર્યા હતા અને ત્યારબાદ લોકોના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી સાયબર ક્રાઇમ તેમજ ટ્રાફિક ને લઈને માહિતી આપવામાં આવી હતી.સરપંચ તેમજ આગેવાન લોકો એ પોલીસ ના સંપર્કમાં રહેવુ જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી.





