BHUJGUJARATKUTCH

ગાંધીધામમાં ટાગોર રોડ પર એન્ટી-ગ્લેર (એન્ટી-ડેઝલ) સ્ક્રીન લગાવવાની કામગીરી હાથ ધરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૦૫ ડિસેમ્બર : ગાંધીધામમાં ટાગોર રોડ પર વધતા અકસ્માતોને રોકવા માટે માર્ગ અને મકાન વિભાગ, ભુજ કચ્છ દ્વારા માર્ગના મધ્ય ભાગમાં એન્ટી-ગ્લેર (એન્ટી-ડેઝલ) સ્ક્રીન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એન્ટી-ગ્લેર (એન્ટી-ડેઝલ) સ્ક્રીન સામેથી આવતાં વાહનોની હેડલાઈટનો તેજ પ્રકાશ આંખોમાં પડતો અટકાવે છે, તેનાથી ડ્રાઇવરો સલામત રીતે વાહનો ચલાવી શકે છે જેથી રોડ અકસ્માતોનું જોખમ પણ ઘટે છે.ભારે વાહનો અને હાઈ-બીમ હેડલાઈટ ધરાવતા વાહનોના પ્રકાશથી વાહનચાલકો નિયંત્રણ ગુમાવી દેતા હોય છે જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે, એન્ટી-ગ્લેર (એન્ટી-ડેઝલ) સ્ક્રીન રાત્રીના સમયે થતાં અકસ્માતોને નિયંત્રિત કરવા માટે ઉપયોગી બની રહેશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીથી વાહનચાલકોમાં રાહત જોવા મળી છે.

Back to top button
error: Content is protected !!