AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ જિલ્લામાં હિટવેવથી બચવા તંત્રની અપીલ, તકેદારી રાખવા સૂચના

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: પ્રચંડ ગરમીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ હિટવેવથી બચવા માટે તકેદારી રાખવા જાહેર અપીલ કરી છે. જિલ્લાભરમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને કારણે હિટવેવના ખતરા સામે જનતાને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા નિવાસી અધિક કલેક્ટરના જણાવ્યા મુજબ, ભારે ગરમીમાં પૂરતું પાણી અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવું અનિવાર્ય છે. તંત્રે લોકોમાં હીટવેવની અસર અને લૂ લાગવાની શક્યતાઓ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે.

લૂ લાગવાના લક્ષણો અને બચવાના ઉપાયો
સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી અથવા વધુ ગરમીમાં રહેવાથી માથું દુઃખવું, તાપમાન વધવું, ચક્કર આવવી, ઊલ્ટી-ઊબકા થવા, બેભાન થઈ જવા સહિતના લક્ષણો દેખાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવા જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

તંત્રે લોકોને સીધા તડકાથી બચવા, શક્ય હોય ત્યાં સુધી બપોરે બહાર ન જવા, લૂંઝાવણિયા કપડાં પહેરવા અને ટોપી-છત્રીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. લીંબુ સરબત, છાસ, નાળિયેરનું પાણી અને ઓ.આર.એસ. પદાર્થોનું વધુમાં વધુ સેવન કરવા પણ અનુરોધ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ગરમીમાં ખાસ કરીને નાનાં બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો અને અન્ય આરોગ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોને વધુ કાળજી રાખવા તાકીદ કરવામાં આવી છે.

લૂ લાગ્યાની સ્થિતિમાં તાત્કાલિક સારવાર લેવાની અપીલ

જિલ્લા તંત્રએ જાહેર હિતમાં હિટવેવથી બચવા માટેની આ સાવચેતી રૂપ પગલાં લેવા અપીલ કરી છે અને લૂ લાગ્યાની શંકા હોય તો તાત્કાલિક નિકટના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા સૂચન આપ્યું છે.

Back to top button
error: Content is protected !!